logo-main

About Us

Join our vibrant community of like-minded individuals who are committed to making a positive impact on the world around us

“પાટીદારો આર્ય છે. તેઓ મધ્ય એશિયાના પ્રદેશોમાંથી પંજાબ પહોંચ્યા. પછી સારી જમીન અને પાણીની શોધમાં તેઓ જુદા જુદા પ્રદેશો અને વિસ્તારોમાં ફેલાઈ ગયા. પંજાબના યુદ્ધો અને મુશ્કેલીઓથી કંટાળીને તેઓ રાજસ્થાન થઈને ગુજરાતમાં સ્થાયી થયા. બીજી બાજુ, તેઓએ ગંગા અને જમુનાના મેદાનો સાથે યુપી, બિહાર, નેપાળનો પ્રવાસ કર્યો. ઘણા લોકોએ મધ્યપ્રદેશ થઈને મહારાષ્ટ્ર અને તમિલનાડુ સુધી મુસાફરી કરી. ગુજરાતમાં, તેઓ તેમની જમીનોની માલિકીથી પાટીદાર તરીકે ઓળખાવા લાગ્યા. તેના પરથી તેઓને પટેલોનું નામ મળ્યું, યુ.પી.માં, તેઓ કુણબી-કુલમીમાંથી કણબી બન્યા, બધા કુર્મીક્ષત્રિયમાંથી ઉતરી આવ્યા. આ સમુદાય યોદ્ધાઓથી લઈને જમીન માલિકોથી લઈને પટેલો સુધીનો વિકાસ થયો છે.

ઘણા લોકોએ મધ્યપ્રદેશ થઈને મહારાષ્ટ્ર અને તમિલનાડુ સુધી મુસાફરી કરી. ગુજરાતમાં, તેઓ તેમની જમીનોની માલિકીથી પાટીદાર તરીકે ઓળખાવા લાગ્યા. તેના પરથી તેઓને પટેલોનું નામ મળ્યું, યુ.પી.માં, તેઓ કુણબી-કુલમીમાંથી પાટીદારો આર્ય છે. તેઓ મધ્ય એશિયાના પ્રદેશોમાંથી પંજાબ પહોંચ્યા. પછી સારી જમીન અને પાણીની શોધમાં તેઓ જુદા જુદા પ્રદેશો અને વિસ્તારોમાં ફેલાઈ ગયા. પંજાબના યુદ્ધો અને મુશ્કેલીઓથી કંટાળીને તેઓ રાજસ્થાન થઈને ગુજરાતમાં સ્થાયી થયા. બીજી બાજુ, તેઓએ ગંગા અને જમુનાના મેદાનો સાથે યુપી, બિહાર, નેપાળનો પ્રવાસ કર્યો. ઘણા લોકોએ મધ્યપ્રદેશ થઈને મહારાષ્ટ્ર અને તમિલનાડુ સુધી મુસાફરી કરી. ગુજરાતમાં, તેઓ તેમની જમીનોની માલિકીથી પાટીદાર તરીકે ઓળખાવા લાગ્યા. તેના પરથી તેઓને પટેલોનું નામ મળ્યું, યુ.પી.માં, તેઓ કુણબી-કુલમીમાંથી કણબી બન્યા, બધા કુર્મીક્ષત્રિયમાંથી ઉતરી આવ્યા. આ સમુદાય યોદ્ધાઓથી લઈને જમીન માલિકોથી લઈને પટેલો સુધીનો વિકાસ થયો છે.”

|| શ્રી ઉમિયા માતાય નમઃ ||

શ્રી ૪ર ગામ કડવા પાટીદાર સમાજ, (મ.ગુ.) અમદાવાદ.

પ્રમુખશ્રીનું નિવેદન

સમાજના વ્હાલા વડીલો ભાઈઓ, બહેનો અને બાળકો

સમાજનો દરેક સભ્ય સમાજનાં સંગઠનમાં જાગૃત બને અને સાથે ક્દમ મિલાવી માનવીના મન અને હૃદય ને જોડે તેવા સમાજની આશા રાખું છું માણસ ગમે તેટલો આર્થિક સંપન્ન હોય, ઉચ્ચ હોદ્દા ઉપર હોય, પરતું સમાજમાં પ્રવૃત્ત ન હોય તો તેનું સમાજમાં કોઈ માન હોતું નથી.

સમાજનો (ચતુર્થ) સ્મૃતિગ્રંથ પ્રકાશિત કરવામાં જે પરિવારે સહકાર આપેલ છે. તેમજ સમાજને જરૂરીયાતના પ્રસંગ દરેક પરિવાર સમાજ સાથે ખભેખભો મિલાવી ઊભો રહે છે તે બદલ દરેકનો સમાજ વતી આભાર માનું છું. સમાજની સ્થાપના ૧૯૯૩માં થયેલ છે. સમાજને ૨૫ વર્ષ પૂર્ણ થયેલ છે. હવે આજનો સમય જોતી એવું લાગે છે આપણો સમાજ ઘણો પાછળ છે, આજે મોબાઈલ યુગ કેટલો આગળ છે જે આપણે ૧ સેંકડમાં જે ઘારીએ થઈ શકે છે.

આપણા ઘરના પરિવારમાં જેમ વડીલ જાગૃત હોય છે તેવી રીતે સમાજ માટે જાગૃત કાર્યકરો હશે તો જ સમાજ જરૂરથી જાગૃત થશે. આપણે બધા સાથે મળી સમાજને આગળ લાવવા પૂરેપૂરા પ્રયત્નો કરીશું તો સમાજ જરૂરથી આગળ આવશે.

હાલમાં સમાજના ઉદ્યોગપતિ-વેપારી ભાઈઓ જે કેટલાક આગળ છે, કેટલાક વિદેશમાં રહે છે, આજના સમયમાં સમાજના દરેક પોતાની રીતે સ્થાયી થયેલ છે. જો સમાજ માટે આપણે કંઈ નહી કરીએ તો સમાજ કેવી રીતે ચાલશે ? માટે સમાજના નવા અંક પ્રમાણે આશરે ૯૦૦ કુટુંબને કારોબારી ભાઈએ જાગૃત કરવાની જરૂર છે.

આપણા સમાજનો મુખ્ય હેતુ શિક્ષણનો વ્યાપ વધારવો, જાગૃતિ લાવવી, આપણા બાળકોમાં વિનય, વિવેક, સેવા, સહકાર અને શિસ્ત જેવા સદ્ગુણોનો વિકાસ કરવો, વડીલો એક બીજાનો પરિચય કેળવી પરિચિત બને, વિના સહકાર નહીં ઉધ્ધાર એ સિધ્ધાંતને ધ્યાનમાં લઈ આપણે સૌ આગળ વધીશું તેવી મને અતૂટ શ્રધ્ધા છે.

સમાજનો ચોથો સ્મૃતિગ્રંથ ૨૦૧૮માં પ્રસિધ્ધ થાય છે તેમાં જે ભાઈઓએ જાહેરાત રૂપી સમાજને મદદ કરેલ છે તેમનો આભાર માનું છું ને સમાજને જાગૃત કરવાના હેતુથી સમાજ આગળ આવે તેવા પ્રયત્નો કરેલ છે ને હું સમાજ વતી દરેકને ભગવાન પાસે આજે જે દિવસો છે તેના કરતાં સારા દિવસો આપેને સમાજના નોકરીયાત વર્ગના સભ્યો હાલમાં છે તેમને પણ ભગવાન પાસે પ્રાર્થના કરૂં છું કે તે પણ આગળ વધે ને સમાજને આગળ લાવવામાં મદદ રૂપ થાય.

આજના યુગમાં શિક્ષણ ઊંચું હશે તો ભવિષ્યમાં આપણે આજે જે મુશ્કેલી પડે છે તે ભોગવવી નહી પડે.

સમાજની સ્થાપના થયા પછી સમાજમાં ખૂબ જ પરિવર્તન થયું છે. હવે સંગઠનનું મહત્ત્વ સભ્યો ખૂબ સારી રીતે સમજતા થયા છે અને સંગઠનના કામમાં ખૂબજ રસ લેતા થયા છે તે આનંદની વાત છે વ્યક્તિઓના સંબંધોથી જ પરિવાર બને છે અને પરિવારોના સંબંધોથી સમાજ બને છે. સમાજ હંમેશાં ગંગાની જેમ વહેતો રહેવો જોઈએ સમાજને વહેતો રાખવા માટે સંગઠન અદ્ભુત બાબત છે સંગઠનમાં જે શક્તિ રહેલી છે તેનાથી સંગઠિત સમાજ જ ફૂલેફાલે છે. સંગઠન માણસ માણસને જોડે છે માનવીના મન અને હૃદયને જોડે છે અને એવો સંગઠિત સમાજ જ ઉન્નતિ કરી શકે છે.

અંતમાં, મા ઉમિયાજી આપ સૌને સુખ, શાંતિ, સંપત્તિ અને પ્રતિષ્ઠા આપે ને સમાજને આગળ લાવવા માટે પ્રેરણા આપે તેવી પ્રાર્થના.

આપનો સહ કાર્યકર

પટેલ ત્રિભોવનદાસ સોમાભાઈ

પ્રમુખશ્રી

|| શ્રી ઉમિયા માતાય નમઃ ||

શ્રી ૪ર ગામ કડવા પાટીદાર સમાજ, (મ.ગુ.) અમદાવાદ.

મહામંત્રીશ્રીનું નિવેદન

સમાજના વ્હાલા વડીલો ભાઈઓ, બહેનો અને બાળકો

શ્રી બેતાલીસ ગામ કડવા પાટીદાર સમાજ, અમદાવાદ અને ગાંધીનગરના પરિવાર સમક્ષ ચોથો સ્મૃતિગ્રંથ મૂકતા હું હર્ષની લાગણી અનુભવુ છું. આપણાં સમાજની સ્થાપનાને ૨૫ વર્ષ પુરા થયા અને તે નિમિત્તે સિલ્વર જયુબિલી વર્ષની ઉજવણી કરી સૌ સભ્યોને સ્મૃતિ રૂપે સમય સાથે ચાલવા દિવાલ ઘડિયાળ ભેટ આપવામાં આવી.

આપણો સમાજ દિવસે દિવસે ગામડાઓમાં રહેવાનું છોડી અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં વસવાનું ચાલુ કર્યું. જેથી આપણાં સમાજના સભ્યોની સંખ્યા ચોથા સ્મૃતિગ્રંથમાં લગભગ ૯૦૦ સભ્યોની થઈ છતાં પણ હજુ ઘણાં આપણા સમાજના કુટુંબ સભ્ય બન્યા નથી. જે માટે આપણે પ્રયત્નો કરવાના છે.

આપણા સમાજ દ્વારા સમાજના ઉત્કર્ષ માટે વાર્ષિક સંમેલન, લગ્નોત્સુક યુવતીઓ અને યુવકોનો પસંદગી મેળો, વ્યાજબી ભાવે નોટબુક અને ચોપડાનું વિતરણ, તેજસ્વી વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે પ્રોત્સાહન ઈનામ અને એવોર્ડ આપવા, મહિલાઓના ઉત્કર્ષ માટે મહિલા મંડળની રચના વગેરે કાર્યો કરવામાં આવે છે.

ચોથો સ્મૃતિગ્રંથ તૈયાર કરવામાં તથા સ્મૃતિગ્રંથની જાહેરાત મેળવવામાં સંપાદક મંડળના કન્વીનરશ્રી વિમલકુમાર પ્રવિણચંદ્ર પટેલ, પ્રમુખશ્રી ત્રિભોવનદાસ એસ. પટેલ અને જયંતિભાઈ પી. પટેલ નો તથા અન્ય કારોબારી સભ્યોનો આભાર માનુ છું. સભ્યોની માહિતી મેળવવામાં સંપાદક મંડળે કૌટુંબિક માહિતી સારી છપાય તેવા પ્રયત્નો કરેલ છે છતાં પણ જો કોઈ મુદ્રણ દોષ કે અન્ય ક્ષતિ જણાય તો ક્ષમ્ય ગણશો.

આપણા સમાજના સભ્યો દ્વારા ચોથા સ્મૃતિગ્રંથનો ઉપયોગ તેમના પુત્રી / પુત્રોના લગ્નો ગોઠવવામાં તથા અન્ય આર્થિક કે સામાજીક ક્ષેત્રે ઉપયોગી થાય. તથા સભ્યો એક બીજાની નજીક આવે તો સ્મૃતિગ્રંથ સાર્થક થયો ગણાશે. અને મા ઉમિયા સમાજના સભ્યોના કુટુંબીજનોને સુખ, શાંતિ, સમૃધ્ધિ અને પ્રતિષ્ઠા આપે તથા સમાજના કામ માટે આગળ આવવાની પ્રેરણા આપે તેવી અભ્યર્થના.

આપનો સહ કાર્યકર

રમેશભાઈ બી. પટેલ

મહા મંત્રીશ્રી

|| શ્રી ઉમિયા માતાય નમઃ ||

શ્રી ૪ર ગામ કડવા પાટીદાર સમાજ, (મ.ગુ.) અમદાવાદ.

કન્વીનરશ્રીનું નિવેદન

પ્રિય ભાઈઓ તથા બહેનો,

નમસ્કાર

શ્રી ઉમિયા માતાજીની અસીમ કૃપાથી આપણા શ્રી ૪૨ ગામ કડવા પાટીદાર સમાજ, (મધ્ય ગુજરાત) અમદાવાદનું બીજ ૧૯૯૩ માં રોપાયું ને સ્થાપના થઈ. આપણા વડીલોની ખૂબ જ જહેમત અને સંગઠનના પ્રયત્નોને અંતે સમાજન ઉત્તરોત્તર વિકાસ થવા લાગ્યો.

ભૂતપૂર્વ તમામ પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, તમામ હોદ્દેદારો તથા કારોબારીશ્રીઓએ પોતાની રીતે ખૂબ જ મહેનત કરીને સમાજને ટકાવી રાખવા માટે તન-મન-ધનથી યોગદાન આપેલ છે. શ્રી ગોવિંદભાઈ એસ. પટેલ, શ્રી પી.સી. પટેલ, શ્રી પી.એમ. પટેલ, શ્રી ડાહ્યાભાઈ સી. પટેલ, શ્રી કાંતિભાઈ સી. પટેલ, શ્રી બળવંતભાઈ એમ. પટેલ, શ્રી નારણકાકા, શ્રી પરસોત્તમદાસ બી. પટેલ, શ્રી બચુભાઈ બી. પટેલ, શ્રી કાળીદાસભાઈ એસ. પટેલ વગેરે વગેરેનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.

આપણે ત્યાં દર વર્ષે નવી કારોબારીની રચના થાય છે, ઘણાં બધા મિત્રો દર વર્ષે કારોબારીમાં સ્થાન પામે છે ને દર વર્ષે નવી ઊર્જા સાથે પૂરી લગનથી નિઃસ્વાર્થ કાર્ય કરતા જાય છે, તેથી જે તો હાલ આપણાં સમાજમાં લગભગ ૯૦૦ જેટલા કુટુંબો આપણાં સભ્યો છે. આમાના જે સભ્યો નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે તેમનો પણ આ તબક્કે આભાર માનું છું.

વર્ષ ૧૯૯૭માં પ્રથમ આવૃત્તિ, વર્ષ ૨૦૦૬માં દ્વિતીય આવૃત્તિ, વર્ષ ૨૦૧૨માં તૃતિય સ્મૃતિગ્રંથ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવેલી છે. આપણે ત્યાં કહેવત છે કે ‘‘ આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય.'' કેટલાક કાર્યો આપણે જાતે કરીએ ત્યારે જ આપણને તે કાર્યનું મહત્ત્વ ને મહેનત સમજાય છે.

ચાલુ વર્ષે ૨૩ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ પરિવાર સ્મૃતિગ્રંથની ચતુર્થ આવૃત્તિ આપ સૌના કર કમળમાં મૂકતા હું હર્ષની લાગણી અનુભવું છું. આપણાં ઉત્સાહી અને જાગૃત એવા પ્રમુખશ્રી તથા કારોબારી મિત્રોએ મને અંક સંપાદન માટે કન્વીનર બનાવ્યો ને મારામાં વિશ્વાસ મૂક્યો તે બદલ તેમનો આભારી છું. રાત - દિવસ જોયા વગર ખૂબ જ તનતોડ મહેનત કરી છે મને પ્રમુખશ્રી ત્રિભોવનભાઈ એસ. પટેલ (કેવડીયા) તથા મારા સહ કન્વીનરશ્રી જયંતીભાઈ પી. પટેલ (નવાગામ) મને ડગલે ને પગલે માર્ગદર્શન અને સહકાર આપ્યો છે, તે બન્નેનો હું હૃદય પૂર્વક આભારી છું. બીજા સંપાદન કમીટીના સહસભ્યોએ ખૂબ જ મદદ કરી છે તેમનો પણ આભારી છું. વિશેષ કરીને અંકના સંપાદન અને પ્રગટી કરણના વિશાળ ખર્ચને પહોંચી વળવા માટે સમાજના સૌ જાહેરાતના દાતાશ્રીઓનો વિશેષ આભાર વ્યક્ત કરી રહ્યો છું, તેમના યોગદાન વગર આ ભગીરથ કાર્ય શક્ય બનત નહીં.

આપણો સમાજ આજે વટવૃક્ષ બનવા જઈ રહ્યો છે,

સમાજની વિશેષ પ્રવૃત્તિઓ જેવી કે....

  • સમાજની સંગઠનની શક્તિમાં વધારો કરવો.
  • વધુને વધુ સભ્યોને જાગૃત કરીને જોડવા,
  • ૨૫ સ્નેહ સંમેલનો સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે.
  • તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા પ્રોત્સાહન.
  • વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન.
  • નોટબુક તથા ચોપડાઓનું વિતરણ,
  • ચાર- ચાર પરિવાર સ્મૃતિગ્રંથ સમાજને અર્પણ કર્યાં છે.
  • વડીલો- વૃધ્ધોનું સન્માન.
  • મહિલા મંડળની રચના.
  • લગ્નસાથી પસંદગી મેળાનું આયોજન.
  • મેરેજ બ્યુરોની સમાજની પોતાની વેબસાઈટની રચના કરેલ છે. (શ્રી રમેશભાઈ એસ. પટેલ - કપડવંજના સુપુત્ર શ્રી સંદિપભાઈની ખાસ મહેનતથી તેમનો વિશેષ આભાર.)

આ પ્રસંગે સમાજના યુવાનો - યુવતીઓને જાગૃત થઈ સમાજની નવી કારોબારીમાં જોડાવા માટે હું વિનંતી કરૂ છું. નવા યુવક- યુવતીઓ જોડાશે અને સારી પ્રવૃત્તિઓનું સૂચન કરશે, નવી રચનાત્મક પ્રવૃત્તિઓની સુગંધ સમાજમાં ફેલાશે તો સમાજમાં નવો પ્રાણ ફૂંકાશે. ‘‘ સમાજ ફક્ત ચીલાચાલુ પ્રવૃત્તિઓજ કરે છે તેમ કહેવાને બદલે સમાજ માટે મેં શું કર્યું ? મારૂં કે મારા કુટુંબનું યોગદાન કેટલું છે ? તે બાબતે ચિંતા અને ચિંતન કરવાનો સમય હવે પાકી ગયો છે.’’

સમાજને વિશેષ ગતિ આપવા માટે બાકીના તમામ સભ્યો ભોજન ફંડ સહાય ફંડના આજીવનદાતા (૩૦૦૦/- રૂપિયા) બને તથા આપણું આગામી નવું સ્વપ્ન સમાજનું પોતાનું એક મકાન કે ઓફિસ કે વાડી હોય તેને સાકાર કરવા દરેક પોતાનું યોગદાન આપે તેવી અપેક્ષા પણ રાખું છું.

સમાજના નવશિક્ષીત યુવાનો - યુવતીઓને હું આહ્વાન પણ કરૂં છું કે પોતાની કારકિર્દીની સાથે સાથે પોતાની જિંદગીનો થોડોક સમય સમાજના કાર્યો માટે કાઢે. જો નવી પેઢી તૈયાર નહીં થાય તો.....? નહીં થાય તો સમાજ માટે ચિંતાનો વિષય છે.

સમાજમાં શિક્ષણ વર્ધને શિક્ષિત સમાજ જ પ્રગતિ કરી શકે. ટેકનોલોજીના નવા જ્ઞાન સાથે કદમ મિલાવવા માટે નવી પેઢીના યુવાનો - યુવતીઓની સમાજને ખાસ જરૂર છે. માટે ઉત્સાહી યુવાન - યુવતીઓને સમાજની પ્રગતિ માટે સમય કાઢવા માટે નમ્ર અનુરોધ છે.

આપણે સૌ જાણીએ છીએ કે “સત્કાર્યો કદી એળે જતા નથી, આદર્યા કાર્યો કદી અધૂરા રહેતા નથી.''

ચતુર્થ અંકમાં કોઈપણ પ્રકારની જાણે અજાણે ક્ષતિ કે મુદ્રણ દોષ રહી ગઇ હોય તો સંપાદક મંડળ વતી કન્વીનર તરીકે હુંક્ષમા માગું છું.

પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર સૌનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.

આપ સૌનો - પરિવારનો જ સભ્ય,

ક્ષમા પ્રાર્થી,

શ્રી વિમલભાઈ પી. પટેલ

(કન્વીનર શ્રી ચતુર્થ પરિવાર સ્મૃતિ ગ્રંથ આવૃત્તિ)

Photo Gallery

A visual celebration of our community! Browse through photos from our events, activities, and everyday moments.